અમિત શાહ ફેક વીડિયો: ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયોને લઈને દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ સહિત 8 લોકોને મોકલી નોટિસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમિત શાહ ફેક વીડિયો કેસ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકવાના મામલે દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને નોટિસ મોકલી છે. આ નોટિસ હેઠળ રેવંત રેડ્ડીએ દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવું પડશે. રેવંત રેડ્ડી ઉપરાંત દિલ્હી પોલીસ દ્વારા અન્ય 8 લોકોને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી અમિત શાહના વીડિયો સાથે છેડછાડની સંપૂર્ણ જાણકારી માંગી છે. દિલ્હી પોલીસ સ્રોતને શોધી કાઢવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. રવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ કેસની તપાસનો વ્યાપ ઘણા રાજ્યોમાં ફેલાયેલો છે. વીડિયો સાથે છેડછાડની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ અલગ ટીમો ઝારખંડ, રાજસ્થાન, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા મોકલવામાં આવી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ઉપરાંત ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના લોકસભાના ઉમેદવારને પણ આ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસ દ્વારા ઝારખંડમાં કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓ અને નાગાલેન્ડમાં મોટા અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ હેઠળ તમામને પૂછપરછ માટે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહના વાયરલ વીડિયોમાં શું હતું?

અમિત શાહે આપેલા ભાષણનો ફેક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં તેઓ કહી રહ્યા હતા કે જો ભાજપની સરકાર બનશે તો એસસી, એસટી અને ઓબીસીનું અનામત સંપૂર્ણ રીતે દૂર થઇ જશે. બાદમાં જ્યારે આ વીડિયોની તપાસ કરવામાં આવી તો આ વીડિયો ફેક્ટ ચેકમાં ફેક સાબિત થયો. આ મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ નોટિસ ફટકારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.