13 વર્ષનાં બાળકે આપી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાત
ગુજરાત

એરપોર્ટ પોલીસે મેરઠથી એક 13 વર્ષના સગીરની ધરપકડ કરી છે. આરોપ છે કે બાળકે 4 જૂને રાત્રે 11:30 વાગ્યે એક ઈમેલ દ્વારા દિલ્હી પોલીસને ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી આપી હતી. ઈમેલમાં બાળકે દિલ્હીથી ટોરોન્ટો જઈ રહેલી એર કેનેડાની ફ્લાઈટમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી. જેના કારણે તમામ એજન્સીઓ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ફ્લાઈટને 12 કલાકથી વધુ સમય માટે રોકવી પડી હતી. હવે આ કેસની તપાસ દરમિયાન એરપોર્ટ પોલીસે 13 વર્ષના બાળકને પકડી લીધો છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી તે માત્ર એક કલાક પહેલા જ બનાવવામાં આવી હતી. આ મેલ ઉત્તર પ્રદેશના મેરઠથી મોકલવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે મેરઠ જઈને તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે આ મેઈલ 13 વર્ષના બાળકે મોકલ્યો હતો. બાળકે જણાવ્યું કે મુંબઈની ફ્લાઈટમાં મીડિયામાં બોમ્બ કોલ જોઈને તેને ઈમેલ કરવાનો વિચાર આવ્યો. તે જાણવા માંગતો હતો કે પોલીસ તેનો મેલ ટ્રેસ કરી શકશે કે નહીં, તેણે આ ધમકી માત્ર મજા માટે આપી હતી.

માતાના ફોનમાંથી ડેટા લેવામાં આવ્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, બાળકે પોતાના ફોન પર ફેક આઈડી બનાવી અને તેની માતાના ફોન દ્વારા ઈન્ટરનેટ એક્સેસ કરીને આ મેઈલ મોકલ્યો. મેઈલ મોકલ્યા બાદ તેણે આ મેઈલ ડિલીટ પણ કરી દીધો હતો. બીજા દિવસે સવારે તેણે ટીવી પર જોયું કે દિલ્હી એરપોર્ટ પર બોમ્બ કોલ ચાલી રહ્યો છે અને આ જોઈને તે ડરી ગયો. ડરના કારણે તેણે આ વાત તેના પરિવારને જણાવી ન હતી. પોલીસે બાળકનો ફોન જપ્ત કરી લીધો છે અને તેનું કાઉન્સેલિંગ કરી રહી છે. બાળકને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

શું હતો મામલો?

તમને જણાવી દઈએ કે 4 જૂને રાત્રે 11.30 વાગ્યે પોલીસને એક મેલ આવ્યો હતો કે દિલ્હીથી ટોરન્ટો જતી ફ્લાઈટમાં બોમ્બ છે, આ ફ્લાઈટ એર કેનેડા AC43ની હતી. સમાચાર મળતાની સાથે જ પોલીસ અને એરપોર્ટ સુરક્ષા એજન્સી એક્શનમાં આવી ગઈ હતી અને તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારપછી ફ્લાઈટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, જેમાં કંઈ મળ્યું ન હતું. જોકે, 12 કલાકથી વધુ સમય માટે ફ્લાઈટ રોકવી પડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.