આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે ઃ પહેલીએ સામાન્ય બજેટ
નવીદિલ્હી : રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે સંસદનુ બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યુ છે. જેમાં તમામ મહત્વપૂર્ણ બાબતો દેશ માટે થનાર છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે. આવતીકાલે આર્થિક સર્વે અને પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે. સંસદના બજેટ સત્રની શરૂઆત થાય તેના એક દિવસ પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં તમામ પક્ષોના નેતાઓ ઉપÂસ્થત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે સરકાર દરેક વિષય પર અને મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. વિપક્ષના અભિપ્રાયને સાંભળવા માટે પણ તૈયાર છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જાશીએ આ અંગેની માહિતી આપી હતી. જાશીએ કહ્યુ હતુ કે વડાપ્રધાને ખાતરી આપી છે કે અર્થવ્યવસ્થા સહિત તમામ મુદ્દા પર સાર્થક ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. મોદીએ તમામ મુદ્દા પર ચર્ચા માટે ખાતરી આપી હતી.