બહુચરાજી : સામાન્ય બાબતે બે ભાઈએ મોટાબાપાને ચપ્પુથી હુમલો કરી મારમાર્યો

મહેસાણા
મહેસાણા

બહુચરાજી તાલુકાના માત્રાસણ ગામે સામાન્ય બાબતે બે ભાઈ અને મોટાબાપા ઉપર ચપ્પુથી હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.આ અંગે મોઢેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બહુચરાજી તાલુકાના માત્રાસણ ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કુટુંબ નું ગુજરાન ચલાવતા ઉંમર ભાઈ ઉર્ફ કાળુંભાઈ અકબર ભાઈ સિંધી નામના વ્યક્તિ અને તેના ભાઈ અને મોટા બાપાને ગામના ચોકમાં ઠાકોર વજાજી કાંતિજી ની દુકાન પાસે નજીવી બાબતે ગામના ઠાકોર મોતીજી બેચરજી નામના શખ્સે ઉમરભાઈ સિંધી અને તેમના મોટા બાપાને ગડદ પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી.અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેઓએ મોઢેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ મોઢેરા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.