ઊંઝાના ઉનાવા પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઈસમને ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

ઊંઝાના ઉનાવા પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉનાવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન ઉનાવા ટાઉન વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા હતા. ખાનગી રાહે બાતમી મળેલી જેમાં ઉનાવાના ચેતનભાઈ ચંપકલાલ શાહ પોતાના આર્થિક ફાયદા સારુ વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા છે. જેને લઈને પોલીસે હકીકતની જગ્યાએ જઈને રેડ કરતા શાહ ચેતનભાઈ ચંપકલાલ પકડાઈ ગયો તેમજ પોલીસે ઝડતી કરતા શાહ ચેતનભાઈ પાસે એક ડાયરી અને બોલપેન મળી આવેલી તેમજ મુદ્દામાલમાં મોબાઇલ સહિત રોકડ રકમ 6320 રૂપિયા પકડાઈ જતા ઉનાવા પોલીસે શાહ ચેતનભાઈ ઉપર આઈ.પી.સી કલમ 12(a) મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.