![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/વાહન-ચોરીની-ઘટના.jpg)
વાહન ચોરીની ઘટના : ઘર આંગણે પાર્ક કરેલું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી ગયા
મહેસાણા શહેરમા વાહન ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે.શહેરમાં વધુ એક વાહન ચોરીની ઘટના શહેર બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.જેમાં મહેસાણા નગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર નું ઘર આંગણે પાર્ક કરેલ બાઈક અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા.
મહેસાણા શહેરના મોઢેરા રોડ પર ઉમિયા કૃપા સોસાયટીમાં રહેતા અને મહેસાણા નગરપાલિકામા વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય અરવિંદ કુમાર પ્રજાપતિ પોતાનું બાઈક રાત્રે આઠ કલાકે ઘરના આગણે પાર્ક કર્યું હતું.જે બાઈક અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. સમગ્ર મામલે ફરિયાદી સવારે વહેલા ઉઠીને જોતા પોતાનું GJ02BM6351 નંબર નું બાઈક કિંમત 15000 નું ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.સમગ્ર કેસમાં ફરિયાદીએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા બાઈક ક્યાંય ન મળતા આખરે મહેસાણા એ ડિવિજનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.