
મહેસાણામાં સરકારી બસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો
મહેસાણા ડેપોની મહેસાણા જૂની સેઢાવી સરકારી બસના ડ્રાઈવર મહેસાણા પરત આવી બીજો ફેરો કરવા જતાં કંડકટરને ડ્રાઈવર દારૂ પીધેલ હોવાનું જાણવા મળતા કંડકટર મહેસાણા એસટી ડેપો મેનેજર ને જાણ કરતા ડેપો મેનેજર એ મહેસાણા એ સિવિજન પોલીસને જાણ કરી ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યો હતો.
મહેસાણાથી જૂની સેઢાવીની બસમાં ડ્રાઇવર ઠાકોર ચતુરજી બાદરજી તેમજ કંડકટર રમેશ ભાઈ દેસાઈ સેઢાવી ગયા બાદ બસ લઈ ને મહેસાણા એસટી ડેપો આવ્યા હતા જ્યાં ડેપો મેનેજર બસ મહેસાણા થી ગાંધીનગર લઇ જવાની હતી એ દરમિયાન કંડકટર ડ્રાઈવર પાસે જતા ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળતા ડેપો મેનેજર ને આ મામલે જાણ કરી હતી.
ત્યારબાદ ડેપો મેનેજર રમેશ ચૌધરીને જાણ કરતા તેઓએ ડ્રાઈવર ને પીધેલી હાલતમાં ઝડપી લીધો ત્યારબાદ ડ્યુટી લિસ્ટ બુક રૂમમાં તેણે બેસાડી પોલીસને જાણ કરતા પોલીસની પી.સી.આર વાન આવતા ડ્રાઇવર ને ઝડપી મહેસાણા એ સિવિજન લઇ આવી ત્યારબાદ કંડકટર ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી.