સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થિનીને રોકી યુવકે કર્યો દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત
ગુજરાત

મહેસાણા, વિજાપુર તાલુકાના એક ગામમાં વિધાર્થિની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે મંગાજી ઠાકોર નામના યુવકે વિદ્યાર્થિનીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. ૧૨ વર્ષની કિશોરી સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે રસ્તો રોકી તેની સાથે ગેરવર્તન કરવામાં આવતા ચકચાર મચી છે. હાલમાં લાડોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે યુવતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે.

સુરતના ડભોલી વિસ્તારમાં વેફરની લાલચ આપી ૯ વર્ષીય માનસિક અસ્વસ્થ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીને ઝાડી ઝાખડામાં લઈ જઈ કપડાં કાઢી દુષ્કર્મનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે જ દુકાનદારની નજર પડતા દૂકાનદારે હવસખોરના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. દુકાનદારની સર્તકતાથી બાળકી પીંખાતા બચી ગઈ હતી. ત્યાર બાદ લોકોએ નરાધમને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સિંઘણપોર પોલીસે નરાધમ દિલીપ નાવડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડભોલીમાં દુકાનદારની સતર્કતાથી ૯ વર્ષની બાળકી હવસખોરની ચુંગાલમાંથી ઉગરી ગઇ હતી. નરાધમે વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી નજીકના ખુલ્લા પોપડામાં બાળકીને ઉપાડી ગયો હતો.

અહીં નરાધમ અડપલાં શરૂ કર્યા કે દુકાનદારની નજર પડી ગઇ હતી અને માર મારી પોલીસને સોંપી દેવાયો હતો. ભોગ બનનારનો પરિવાર ડભોલી વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં ૨ દીકરા અને ૧ દીકરી છે. ૯ વર્ષની પુત્રી માનસિક રીતે થોડી અસ્વસ્થ છે અને તેણી અભ્યાસ કરતી નથી. ગત બુધવારે બપોરે તેમની પુત્રી ઘર નજીકના પાનના ગલ્લા પર વેફર લેવા ગઇ હતી. આ સમયે બાળકીને વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી ફોસલાવી નજીકના ખુલ્લા પોપડામાં લઇ ગયો હતો. બદકામના ઇરાદે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો.

અહીં શારીરિક અડપલાં કરવાની શરૂઆત કરતા જ નજીકના પાનના ગલ્લાવાળાએ સતર્કતા દાખવી બાળકીને આબદા બચાવી લીધી હતી. બૂમાબૂમ થતા સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સિંગણપોર પોલીસને સોંપી દીધો હતો. પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી અશ્વિન દિલિપ નાવડિયાની ધરપકડ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.