પશ્ચિમ રેલવે મુસાફરોની માંગને ધ્યાને રાખીને સાબરમતીથી પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ગુજરાત
ગુજરાત

પશ્ચિમ રેલવે સાબરમતીથી પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ટ્રેનમાં થર્ડ એસીનો એક કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ રહશે: પશ્ચિમ રેલવે મુસાફરોની માંગને ધ્યાને રાખીને સાબરમતીથી પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ સ્પેશિયલ ટ્રેન પાલનપુર રોકાશે અને 22 ફેરા કરશે. આ ટ્રેનમાં થર્ડ એસીનો એક કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ અને જનરલ ક્લાસના 10 કોચ રહેશે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી-પટના વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 16 એપ્રિલ થી 25 જૂન-2024 સુધી દર મંગળવારે સાબરમતીથી 18-10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 2-00 કલાકે પટના પહોંચશે. એ જ રીતે પટના-સાબરમતી સ્પેશિયલ 18 એપ્રિલથી 27 જૂન-2024 સુધી દર ગુરુવારે પટનાથી 5-00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13-30 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસીનો એક કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ અને જનરલ ક્લાસના 10 કોચ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.