
વડોદરાના કુખ્યાત આરોપી હર્ષિલ લિંબાચીયાની દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો
કાયદાની છૂટ વડે પેરોલ પર મુક્ત થઈ આરોપીઓ ગુણને અંજામ આપે આવી ઘટના નવી નથી. વડોદરામાં આવીજ એક ઘટના ફરી બની છે. વડોદરાના કુખ્યાત આરોપી હર્ષિલ લિંબાચીયાની દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. અન્ય એક કેસની સજા કાપી રહેલો હર્ષિલ લિંબાચીયા ૪ દિવસની પેરોલ પર હતો, જે દરમિયાન આરોપી હર્ષિલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.
પોલીસ કંટ્રોલ રૂમમાં હર્ષિલની દારૂ પાર્ટીની બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા હર્ષિલ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. અટકાયત બાદ હર્ષિલની તપાસ કરતા તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં મેડિકલ રિપોર્ટ પણ પોઝિટિવ આવતા માંજલપુર પોલીસે હર્ષિલ સામે કાર્યવાહી કરી છે.
માંજલપુર પોલીસે હર્ષિલ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. સતીષ સોની નામના આની એક ઇસમ સાથે ગાળાગાળી અને ધમકી આપવા મુદ્દે પણ હર્ષિલ લિંબાચીયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મહત્વપૂર્ણ છે કે હર્ષિલ લિંબાચીયા એક રીઢો આરોપી છે. અને હાલ તે જૂના એક કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. સજા દરમિયાન ૪ દિવસની પેરોલ પર તેને મુક્ત કરાયો હતો. હર્ષિલ લિંબાચીયા દારૂ પાર્ટી કરતા ઝડપાયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ફરી અન્ય ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનુ છે કે હર્ષિલ લિંબાચીયા વિરૂદ્ધ ભૂતકાળમાં અનેક ગુનાઓ પણ નોંધાઇ ચૂક્યા છે જેમાં હાલ એક ગુનાનો વધારો થયો છે