વડોદરાના કેટલાક સ્થળે સ્માર્ટ અન્ડર ગ્રાઉન્ડ ડસ્ટબિન મુકવામાં આવશે

ગુજરાત
ગુજરાત

વડોદરામા રોજેરોજ પેદા થતાં ઘરેલું કચરાનાં નિકાલ માટે ડોર ટુ ડોર ગાર્બેજ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટીઝ મિશન અંતર્ગત શહેરમાં કચરાના ઓપન સ્પોટના ન્યુસન્સ નાબુદ કરવા રૂ.5.68 કરોડના ખર્ચે સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામા આવી છે. જે સિસ્ટમને અમલમાં મૂકનાર વડોદરા,ગુજરાતમાં સુરત બાદ બીજું શહેર બનશે.આ સિવાય કોમર્શીયલ વિસ્તારમાં કન્ટેનરની જગ્યાએ ક્ષમતા ધરાવતા સ્માર્ટ અન્ડરગ્રાઉન્ડ બીનને તમામ ઝોનમાં વિવિધ 40 જેટલી જગ્યાએ ઈંસ્ટોલેશન કરી સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત કરવામા આવશે ત્યારે આ સિસ્ટમનું ખાતમુહુર્ત સવારે બરાનપુરા નાકા ખાતે કરવામાં આવ્યું હતું.આ નવી પદ્ધતિથી ઓપન ન્યુસન્સ સ્પોટની નાબૂદી થશે અને કચરાનું વ્યવસ્થિત રીતે કલેક્શન કરી નિકાલ કરાશે.જેમા રખડતા પ્રાણીઓ દ્વારા કચરા દ્વારા કરાતી ગંદકી બંધ થશે.આમ આગામી જુલાઈ મહિના સુધીમાં હાઇડ્રોલિક અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.ડસ્ટ બીન ભરાય એટલે તેમાં મૂકેલા સેન્સરથી જાણકારી મળશે જે ભરાઈ જતાં તેને ઊંચકવા માટે ગાડી આવશે અને ડસ્ટબિનને ઊંચકીને ગાડીમાં ઠાલવી દે છે.આ પ્રકારનાં ડસ્ટબીનથી રોડ પર ગંદકી અને કચરો દેખાતો નથી.ત્યારે કર્ણાટકના બેલગામ દક્ષિણમાં આ પ્રકારના ડસ્ટબિન મુકવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.