કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી નામાંકન પત્ર ભર્યું

ગુજરાત
ગુજરાત

અમિતભાઈ શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને કલસ્ટર ઇન્ચાર્જ કે.સી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા…

ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શુક્રવારે પોતાનું ઉમેદવાર તરીકે નું નામાંકન ભર્યું હતું,

ઉમેદવારી નામાંકન પત્ર ભયૉ બાદ તેઓએ જણાવ્યું હતું કે આ બેઠક ઉપરથી અગાઉ લાલકૃષ્ણ અડવાણીજી અને અટલબિહારી બાજપાઈ જીએ ઉમેદવારી નોંધાવી વિજય હાંસલ કરી ભારતીય જનતા પાર્ટી ને મજબૂત બનાવી હતી. ત્યારે આ વિધાનસભા બેઠક પર ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મતદાર હોય અને જનતા જનાર્દનના આશીર્વાદ થી તેઓ ભારે મતોથી વિજયી બનશે તેવી આશા વ્યકત કરી પોતાના મતદારો અને સમૅથકો ને શુભકામનાઓ પાઠવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

ગાંધીનગર લોકસભા બેઠક પરથી નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમ મા અમિતભાઈ શાહ ની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કલસ્ટર ઈન્ચાર્જ અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.