ગુજરાતમાં એક સાથે 35 IPS અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર જાહેર

ગુજરાત
ગુજરાત

10 IPS અધિકારીઓને સીધા પ્રમોશન અપાયા: IPS અધિકારીઓની લાંબા સમયથી પેન્ડિંગ ટ્રાન્સફર ઓર્ડર આખરે જારી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એક સાથે 35 IPS અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. ગુજરાતના 10 IPS અધિકારીઓને સીધા પ્રમોશન આપવામાં આવ્યા છે. આ સાથે 74 દિવસના લાંબા ગાળા બાદ સુરતને નવા પોલીસ કમિશનર મળ્યા છે. સુરત શહેરમાં લાંબા સમયથી પોલીસ કમિશનરનું પદ ખાલી હતું ત્યારે આખરે અનુપમસિંહ ગેહલોતને સુરતના નવા સીપી બનાવવામાં આવ્યા છે.

જેઆર મોથાલિયાને અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા છે, જ્યારે નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર બન્યા છે. લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે IPSના પ્રમોશન અને ટ્રાન્સફરના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા IPS અધિકારીઓની પેનલની યાદી ચૂંટણી પંચને આપવામાં આવી હતી. ચૂંટણી પંચે મતગણતરી દરમિયાન આ ટ્રાન્સફરનો આદેશ આપ્યો છે. લાંબા સમય બાદ સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળશે. ચૂંટણી પંચે આવી ઘણી ખાલી જગ્યાઓ પર આઈપીએસ અધિકારીઓની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.

૧.      અનુપમ સિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર

૨.      નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર

૩.      તરૂણ દુગ્ગલ મહેસાણાના નવા SP બનાવાયા

૪.      ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય SP બનાવાયા

૫.      જે.આર. મોથલિયાને અમદાવાદ રેન્જ IG બનાવાયા

૬.      પ્રેમવીર સિંહને સુરત રેન્જ IG બનાવાયા

૭.      ચિરાગ કોરડિયાને કચ્છ બોર્ડર રેન્જ IG બનાવાયા

આ ઉપરાંત અમદાવાદના નવા રેન્જ આઈજી જે.આર.મોથલિયાને બનાવામાં આવ્યા છે. આ વર્ષે હસમુખ પટેલ સહિત 20થી વધુપોલીસ જવાનોને પ્રમોશન આપવામાં આવ્યુ છે. તેમજ પ્રેમવીરસિંહને સુરતના રેન્જ IG તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1999 બેચના 5 IPS અધિકારીઓને ADG તરીકે બઢતી આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.