ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7મી મેએ મતદાન થશે

ગુજરાત
ગુજરાત

મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી છે. CEC રાજીવ કુમારે કહ્યું કે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7મી મેએ મતદાન થશે. આ સાથે ગુજરાતની 6 વિધાનસભાની પેટાચૂંટણીનું શિડ્યૂઅલ પણ જાહેર કરાયું છે. 4 જૂને મતગણતરી થશે.

1.82 કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર:  96.8 કરોડ મતદારો છે. 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલાઓ છે. 1.82 કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર છે. 18-29 વર્ષની વયના 19.74 કરોડ મતદારો છે. 88.4 લાખ લોકો વિકલાંગ છે અને મતદાન કરશે. 82 લાખ લોકો 85 વર્ષથી ઉપરના છે. 2.18 લાખ 100 વર્ષથી વધુ ઉંમરના છે. જેમાં 48 હજાર ટ્રાન્સજેન્ડર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.