દેશના ૧૦૦ સ્માર્ટ સિટીના લિસ્ટમાં સુરત બીજા ક્રમે

ગુજરાત
ગુજરાત

સુરત, સુરત સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે આવ્યું છે. આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરાશે. દેશની ૧૦૦ ટોચની સ્માર્ટ સિટીમાં ઇન્દોર પ્રથમ ક્રમે છે. ઇન્દોરને ‘બેસ્ટ નેશનલ સ્માર્ટ સિટી’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે ત્રીજા ક્રમે આગ્રા રહ્યું. રાજ્યોમાં મધ્યપ્રદેશને ‘બેસ્ટ સ્ટેટ એવોર્ડ’માં બાજી મારી છે. તમિલનાડુ બેસ્ટ સ્ટેટ યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા સ્થાને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ બંને ચમકયાં છે. કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ચંડીગઢે પહેલું સ્થાન હાંસલ કર્યું છે.

ગત વર્ષે ઑક્ટોબરમાં ઇન્દોરને સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયુ હતું. બિલ્ટ એન્વાયર્નમેન્ટ માટે કોઈમ્બતુરને ટોચનું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદને કલ્ચર એન્ડ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કેટેગરીમાં, અર્થતંત્ર માટે જબલપુર, ગવર્નન્સ એન્ડ મોબિલિટી માટે ચંદીગઢ, સ્વચ્છતા, પાણી અને શહેરી પર્યાવરણ માટે ઈન્દોર, સામાજિક પાસાઓ માટે વડોદરા, હુબલી ધારવાડની પસંદગી કરવામાં આવી છે.

ઈનોવેટિવ આઈડિયા કેટેગરી માટે અને સુરતની કોવિડ ઈનોવેશન કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉદ્યોગ માટે પાર્ટનર એવોર્ડEnviro Control Pvt,L&T કન્સ્ટ્રક્શન અનેPwCને આપવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ ૨૭ સપ્ટેમ્બરે ઈન્દોરમાંISAC૨૦૨૨ એવોર્ડના વિજેતાઓને સન્માનિત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.