સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં 1,066 દર્દીઓ જોવા મળ્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ ની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં 1,066 દર્દીઓ જોવા મળ્યા છે. તેની સાથે વાઇરલ ઇન્ફેકશનના કેસમાં પણ કેસમાં વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ શહેર માં વધી રહેલું તાપમાન મુખ્ય જવાબદાર છે. આ કેસોમાં મેલેરિયાના 223, ડેન્ગ્યુના 83 અને ચિકનગુનિયાના છ કેસ સહિત વાઇરલ કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. લોકોના આરોગ્ય પર કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે.

અમદાવાદમાં પાણીજન્ય રોગચચાળો બેકાબૂ બની રહ્યો છે. ઝાડા ઉલ્ટીના 1,366 તથા કોલેરના 18 કેસ નોંધાયા છે. વટવા અને અમરાઇવાડી, દાણીલીમડાની સાથે મણિનગર, લાંભાની જોડે વસ્ત્રાલમાં કોલેરાના કેસ મહિનામાં નોંધાયા છે. પાણીના સેમ્પલ પૈકી 134 સેમ્પલ યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે.

અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઇન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમા છેલ્લા એક મહિનામાં 60થી વધુ કેસ નોંધાતા લોકોમાં ડર છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો પણ વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. એએમસીએ સૂચના આપી હતી કે યુએચસી અને પીએચસી ખાતે ગરમીના લીધે આવતા દર્દીઓ અંગે ખાસ સૂચના અપાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.