ભરૂચના અંક્લેશ્વરમાંથી એસઓજીએ ગાંજાની ખેતી ઝડપી પાડી, 1 ની ધરપકડ

ગુજરાત
ગુજરાત

ભરૂચમાં એક ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા-સુકા ગાંજાના 52 છોડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ એસઓજી એ 39.650 કિલો ગાંજો રિકવર કરી રૂપિયા 3.96 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશામુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને અસરકારક કામગીરી માટે સૂચના આપી હતી. જે સુચના આધારે પો.ઇન્સ.એ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન એ.એસ.આઇ.ગુલામ મહંમદ સરદારખાનને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા ધનાભાઈ જેરામભાઇ આહીરના ખેતરમાં વનસ્પિતજન્ય લીલા-સુકા ગાંજાના 52 છોડ મળી આવ્યા હતા જેનું કુલ વજન 39.650 કિ.ગ્રા. હતું. આ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધનાભાઇ જેરામભાઇ આહીર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ મુજબ અંકલેશ્વર શહેર બી ડીવી. પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધનાભાઇ જેરામભાઇ આહીર ઉ.વ.૬૫, માં રહે છે.અંદાડા આહીર ફળીયુ, તા.અંકલેશ્વર જી.ભરૂચની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 હેઠળ ડ્રગ્સ સંબંધિત એવા કેસોમાં કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદામાં નાર્કોટિક અને સાયકોટ્રોપિક કેમિકલ પર નિયંત્રણો લાવવામાં આવ્યા છે. આ રસાયણો અથવા દવાઓને નિયંત્રિત કરતા કાયદાને એનડીપીએસ એક્ટ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ એક્ટ, 1985 કહેવામાં આવે છે.

1985 માં સંસદ દ્વારા પસાર કરાયેલ આ કાયદો, કોઈપણ વ્યક્તિને માદક દ્રવ્યોના ઉત્પાદન, ઉત્પાદન, ખેતી, માલિકી, ખરીદી, સંગ્રહ, પરિવહન, સેવન અથવા ધરાવવા પર પ્રતિબંધ મૂકે છે. આ એનડીપીએસ એક્ટની કલમ 20 હેઠળની જોગવાઈઓ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.