આરબીઆઈએ નિયમો બદલી નાખતા નવરાત્રી અને દિવાળી ઉપર શોપિંગને લાગી શકે છે ગ્રહણ

ગુજરાત
ગુજરાત

જો તમે તહેવારની સિઝનમાં ખરીદી માટે લાંબી યાદી બનાવી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શોપિંગ એ ખાસ કરીને ઓનલાઇન શોપિંગ ટ્રાન્ઝકેશન માટે એક નવો નિયમ છે. ખરેખર, આરબીઆઈએ 1ઓક્ટોબરથી નવા નિયમો જાહેર કર્યો છે. બેન્કિંગ છેતરપિંડી અને કાર્ડનો દુરૂપયોગ અટકાવવા માટે આરબીઆઈએ નવા નિયમો રજૂ કર્યા છે. ડેબિટ-ક્રેડિટ કાર્ડ્સ પર મળતી કેટલીક સેવાઓ બંધ કરવામાં આવશે. આ અંતર્ગત તમે ડેબિટ કાર્ડથી ઓનલાઇન ખરીદી કરી શકશો નહીં. જો તમારે ડેબિટ કાર્ડ પર પણ ઓનલાઇન શોપિંગની સગવડ વધુ જોઈતી હોય, તો તમારે આ માટે બેંકને લેખિતમાં મંજૂરી આપવી પડશે.આ નિયમ લાગુ થયા પછી હવે બેંકો તમામ નવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સ માટે મર્યાદિત સુવિધા જારી કરશે. હશે. આ કાર્ડ્સ દ્વારા તમે ફક્ત ઘરેલું વ્યવહાર અને પીઓએસ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સુવિધા માટે બેંકનો કરવો પડશે એપ્રોચ

આરબીઆઈએ પોતાના નોટિફિકેશનમાં તમામ બેંકને સ્પષ્ટ કહી દીધું છે કે, ગ્રાહકો જૂના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ ડિજીટલ ટ્રાન્જેકશન કરાયું નથી. તો કાર્ડના ડિજીટલ ટ્રાન્જકશનની સુવિધા તુરંત બંધ કરી દેવામાં આવે. જો કોઈ ગ્રાહક ઓનલાઈન ટ્રાન્જકેશનની સુવિધા મેળવવા માંગો છો તો તેના માટે બેંકનો એપ્રોચ કરવાનો રહેશે.

માત્ર ડોમેસ્ટિક ટ્રાન્જેક્શનની સુવિધા રહેશે

આરબીઆઈના નિયમો પ્રમાણે 1 ઓક્ટોબર સુધી કોઈ ગ્રાહકને નવુ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ઈશ્યુ કે રિ-ઈશ્યુ કરવામાં આવે છે તો તે કાર્ડ ઉપર માત્ર ડોમેસ્ટિક ટ્રાન્જેકશનની સુવિધા મળશે. આ સુવિધા એટીએમ અને પીઓએસ પોઈન્ટ માટે હશે જ્યાં કાર્ડને કનેક્ટ કરવામાં આવશે.

આ સુવિધાઓ માટે બેંકનો કરો સપંર્ક

આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ગ્રાહક ડિજીટલ ટ્રાન્જેક્શન, ઓનલાઈન ટ્રાન્જેકશન કે ઈન્ટરનેશનલ ટ્રાન્જેકશનની સુવિધા લેવા ઈચ્છે છે ચો પોતાની બેંકનો સંપર્ક કરી છે. આ નિયમ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંને ઉપર લાગુ થશે. વર્તમાનમાં કોઈ બેંક તમામ પ્રકારના કાર્ડ ઉપર ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શનની ડિફોલ્ટ સુવિધા આપે છે.

હવે બેંક તમારૂ કાર્ડ પણ કરી શકે છે ડિ-એક્ટિવેટ

જો બેંક કોઈ ગ્રાહકનું કાર્ડ રિસ્કી લાગે છે તો બેંકનો પુરો અધિકાર બનાવે છે અને તમારા કાર્ડને ડિ-એક્ટીવેટ કરી શકે છે અને નવુ કાર્ડ જાહેર કરી શકે છે. તો તમારા કાર્ડથી અત્યાસુધીમાં કોન્ટેકલેસ, ઓનલાઈન ટ્રાન્જેકશન નથી કર્યું છે. તો બેંકનો પુરો અધિકાર છે કે, આ સુવિધાઓને ડિસેબલ કરી શકે છે.

સ્વિચ ઓન-ઓફની સુવિધા

ગ્રાહકોની પાસે કાર્ડને લઈને સ્વિચ ઓન-ઓફની સુવિધા હશે. જે હેઠળ ગ્રાહકો પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે એટીએમ ટ્રાન્જેકશન, ઓનલાઈન ટ્રાન્જેક્શનની સુવિધાને ઓન-ઓફ કરી શકો છો. આ સિવાય ગ્રાહકો પોતાના દરેક ટ્રાન્જેકશન માટે એક લીમીટ નક્કી કરવી પડશે. કાર્ડ હોલ્ડર્સ આ લીમીટ નેટ બેકીંગ, મોબાઈલ બેંકીંગ કે પછી બેંક એટીએમ ઉપર જઈને નક્કી કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.