સીપીઆઈના મોટા નેતા અતુલ કુમાર અંજનનું 69 વર્ષની વયે અવસાન

ગુજરાત
ગુજરાત

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના અધ્યક્ષ જયંત સિંહે શોક વ્યક્ત કર્યો છે, તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, શ્રી અતુલ કુમાર અંજન જીના નિધનથી મને આઘાત લાગ્યો છે. તેઓ બહાદુર અને સમર્પિત જાહેર સેવક હતા. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

અતુલ કુમાર અંજન છેલ્લા એક મહિનાથી ગોમતીનગર હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ એડવાન્સ સ્ટેજના કેન્સર સામે લડી રહ્યા હતા. અતુલ કુમાર અંજન લખનૌ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે 1977માં રાજનીતિની શરૂઆત કરી હતી. અતુલને સામાજિક ન્યાય અને ડાબેરી રાજકારણનો મોટો ચહેરો માનવામાં આવતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.