
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ 90 ટકા પૂર્ણ થયું
રાજકોટમાં આંતરરાષ્ટ્રી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ 90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયુ છે.ત્યારે રાજકોટમાં રૂ.1400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર થઈ રહ્યુ છે. ત્યારે આગામી એપ્રિલમાં આ એરપોર્ટનું લોકાર્પણ થઈ જવાની શક્યતા સેવાઈ રહી છે.આ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી શકે છે.આ માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.જેના માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવશે.ત્યારે આ કામગીરીમાં રનવે,પાર્કિગ,બોક્સ લવર્ડ, ટેક્સી ટ્રેક અને કોમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.આ ઉપરાંત બાઉન્ડ્રી વોલની કામગીરી તેમજ જમીનને સમતળ કરવાની કામગીરી પણ કાર્યરત છે.એરપોર્ટના રનવેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યુ છે.