રાજકોટ: 3 વર્ષના બાળકનું સ્વીમિંગ પુલમાં પડી જતા મોત, સમગ્ર ઘટના CCTV માં કેદ

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. જેમાં 3 વર્ષનું બાળક તેના માતા પિતાની બેદરકારીથી સ્વીમિંગ પુલમાં પડી જતા મોત થયુ છે. લોકેશ વિશ્વકર્મા નામના નેપાળી પરિવારનું બાળક રમતા રમતા સ્વીમિંગ પુલમાં પડી ગયું હતુ. રાજકોટના જામનગર રોડ પરના ફ્લેટની આ ઘટના છે. ફ્લેટમાં ચોકીદારી કરતા પરિવારના બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જીલ્લાના જામનગર રોડ પર આવેલા એક સોસાયટીમાં 3 વર્ષનું બાળક રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડતા મોતને ભેટ્યો છે. માહિતી મુજબ એક એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારનું આ સંતાન હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળક જીવ બચાવવા તરફડીયા મારતું હોવાનું દેખાઈ રહ્યું છે.

વ્હાલસોયા સંતાનને ગુમાવતા માતાપિતાએ આક્રંદ કર્યું છે, ઘટનાના પરિણામે પરિવારમાં શોક છવાયો છે. નાનીઅમથી ચૂક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.