સુરતમાં નકલી ચલણી નોટ છાપવાના કેસમાં પોલીસે વધુ એક આરોપી ને ઝડપી લીધો

ગુજરાત
ગુજરાત

સુરતના લિંબાયતમાં નકલી ચલણી નોટોના કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઉમરવાડામાંથી પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ શાહપોર સાદીક અબ્બાસઅલી છે. તે ઉમરવાડા ટેનામેન્ટમાં ભાડેથી રહે છે. મૂળ મહારાષ્ટ્રનો વતની છે. સાદીક પાસેથી 200ના દરની 2.91 લાખની નકલી ચલણી નોટો મળી આવી હતી. 1.09 લાખની 500ના દરની નકલી નોટો સાદીકે વ્યાજે રૂપિયા આપતો તેમાં પધરાવી દીધી હોવાની આશંકા હતી. આરોપી સાદીક વ્યાજે રૂપિયા ફેરવાનો અને જમીન દલાલીનો ધંધો કરતો હતો. સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને એસએ ન્યૂઝ 24×7 ચેનલના ફિરોઝ શાહએ સાદીકને 4 લાખની નકલી નોટો આપી હતી. જેથી એસઓજીની ટીમ તેના સુધી પહોંચી હતી. વધુમાં ફિરોજે 4 લાખની બોગસ નોટોનો દોઢ લાખમાં સાદીક સાથે સોદો નક્કી કરી 80 હજાર રૂપિયા સાદીકે આપી દીધા હતા. બાકીની રકમ નોટો વટાવીને આપવાનું નક્કી થયું હતું.

પકડાયેલ આરોપી ફિરોઝનું સુપડુ શાહ, બાબુલાલ ગંગારામ કપાસીયા અને સફીકખાન ઈસ્માઇલખાનની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. ત્રણેયને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. ન્યૂઝ ચેનલનો માલિક ફિરોજ શાહ છેલ્લા એક વર્ષથી મીડિયાની આડમાં નકલી નોટોનો કારોબાર ચલાવતો હોવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.