મહિસાગરમાં બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની પોલીસ ધરપકડ કરી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં મંગળવારે સાતમી તારીખે 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન થયું હતું, ત્યારે  મહીસાગરના બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો વાઇરલ થયો છે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો વાઇરલ થયો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થયો છે.હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

આ વિડીયોના લીધે સંતરામપુર પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. સંતરામપુરના પ્રથમપુર ગામે આ બુથ કેપ્ચરિંગ થયું હતું. સંતરામપુર ખાતે બિહારવાડીના આ દ્રશ્યો છે. બૂથ કેપ્ચરિંગ કરતા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આમ સબ સલામતના દાવા પોકળ છે. ચૂંટણીપંચ સબ સલામત અને બધુ બરોબર છે તેવા દાવા કરી રહી છે તે બધુ પોકળ છે. આ વિડીયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

સંતરામપુરના રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વિડીયો વાઇરલ થયો છે. તેણે ચૂંટણી અધિકારીને ધમકાવ્યાનો આરોપ છે. કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે આ અંગે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. ગુજરાતમાં લાંબા સમયે આ પ્રકારની ઘટના નોંધાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કલેક્ટર નેહાકુમારીએ સમગ્ર કેસ હાથમાં સંભાળ્યો છે. પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી છે.

ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ: દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાઇરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. જે ઘટનાને લઈ ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. આ બાબતે ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.