મરી – મસાલા બાદ અથાણાંના સ્વાદનો ચટાકો પણ મોંઘો

ગુજરાત
ગુજરાત

ભોજન ફિક્કું : ગત વર્ષ કરતા ભાવમાં 20 થી 30 ટકાનો વધારો, ઉનાળામાં મહિલાઓ પુરા વર્ષ દરમિયાનના મરી- મસાલા સાથે શાકનો સ્વાદ વધારતા અથાણાં પણ  ભરી રાખે છે. પણ આખું વર્ષ ચાલતા અથાણાંના ભાવ માર્કેટમાં વધી ગયા છે.જેના કારણે રસોઈ ઘરમાં ભોજન ફિક્કું બન્યું હોય તેમ ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે.

ગરમીની સિઝનનો પ્રારંભ થતા ગૃહિણીઓ મસાલા સાથે બારે માસનું અથાણું ભરી લે છે. સ્વાદના ચટાકા વાળા પરિવારોના ઘરમાં તો અચૂક અથાણું હોય છે. પરંતુ આખું વર્ષનું અથાણું ભરતી ગૃહિણીઓ માટે આ વખતે કાળઝાળ મોંઘવારીમાં અથાણામાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.રસોઈમાં સ્વાદ વધારવાનું કામ અથાણું કરે છે. તેથી અલગ અલગ જાતના અથાણાં રસોઈ ઘરમાં જોવા મળે છે.હાલમાં કાચી કેરી, આમળા,ગુંદા,કાચા શાક માર્કેટમાં આવે છે.પરંતુ ભાવમાં ભારે ઉછાળો હોવાનું અથાણાના વેપારીઓ કબૂલે છે. કારણ ચાલુ વર્ષમાં કમોસમી વરસાદને પગલે કેરીનું ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને કાચી હાફૂસ,વલસાડી જેવી કેરીના અથાણા બનતા હોય છે. જેના ભાવમાં વધારો આવવાથી 20 થી 30 ટકાનો વધારો કેરીના અથાણામાં આવ્યો છે.અન્ય અથાણાંના ભાવો પણ ગત વર્ષ કરતા વધ્યા છે.તેથી અથાણાં ઘરે બનાવવામાં ગૃહિણીઓનો રસ ઘટયો છે.અને તેલ,મરચું અને મસાલા સાથે કાચી કેરી,ગુંદાના ભાવ વધારાના પગલે કચવાતા મને તૈયાર અથાણું લે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.