ગુજરાતમાં ડુંગળીનાં ભાવ પહોચ્યા આસમાને, જાણો ભાવ

ગુજરાત
ગુજરાત

ટામેટાંના ભાવ વધારા બાદ હવે ડુંગળી આસમાને પહોચી છે. ગુજરાતમાં ટામેટાના ભાવ તળિયે તો ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ટામેટાનો ભાવ રૂપિયા 250 થી ઘટીને રૂપિયા 30 થયો છે. તેમજ ડુંગળીનો ભાવ રૂપિયા 8 થી વધીને રૂપિયા ૩૦ થયો છે. વરસાદના બહાને શાકભાજીના ભાવમાં ઉથલ-પાથલ કરવાનો ખેલ મોટા વેપારીઓ પાડી રહ્યાં છે.

ડુંગળીના ભાવ આસમાને

ભારે વરસાદને લીધે પાક બગડયો હોવા સહિતના અનેકવિધ કારણોની ઓથ લઇ કૃત્રિમ અછત સર્જી સ્થાપિત હિતોએ થોડા દિવસ પૂર્વે ટામેટાના ભાવ રોકેટ ગતિએ વધારી 1 કિલોના રૂપિયા 250 થી રૂપિયા 280 કર્યા હતા. પ્રવર્તમાન સંજોગોમાં ટામેટાનો 1 કિલોનો ભાવ રૂ.૩૦ સુધી ગગડયો છે. જ્યારે, બીજી બાજુ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવને ટેક ઓફ કરાવવાનો ખેલ ખેલાઇ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.