સુરતમાં ઢોંગી, નરાધમ તાંત્રિકે વિધીને બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

ગુજરાત
ગુજરાત

સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ઢોંગી, નરાધમ તાંત્રિકે વિધીને બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની શરમનાક ઘટના બની હતી, આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા ઉત્રાણ પોલીસ દ્વારા આરોપી નરાધમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાની વિગત મુજબ ઉત્રાણ વિસ્તારમાં આ ઢોંગી તાંત્રિકે પરિણીતાને વીધીના બહાને ફોસલાવી હતી. બાદમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આ નરાધમ તાંત્રિકે પરિણીતાના ફોટા વાયરલ કરીને તેને સમાજમાં બદનામ કરી દેશે એમ કહ્યું હતું. આ બધી ધકીઓ આપીને ઢોંગી તાંત્રિકે પરિણીતા સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે ઉત્રાણ પોલીસે તાંત્રિક રાહુલ પંડ્યાની ધરપકડ કરી હતી. આરોપી તાંત્રિકે આ પ્રકારે અન્ય મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી કે કેમ તેની પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.