હિન્દુ નેતાઓની હત્યાનાં ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીની ધરપરકડ

ગુજરાત
ગુજરાત

હિન્દુ નેતાઓની હત્યાનાં ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીની ધરપરકડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની નેપાળ બોર્ડર પાસે આવેલા બિહારનાં મુઝફરપુરથી ધરપકડ કરી છે. આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ સુરત એરપોર્ટ પહોંચી હતી. તેમજ એરપોર્ટથી આરોપીને ક્રાઈમ બ્રાન્ચ કચેરી લવાયો હતો.

મૌલવી દ્વારા હિન્દુ નેતાઓને અવાર નવાર ધમકીઓ આપવામાં આવતી: આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી બી.પી.રોઝીયાએ જણાવ્યું હતું કે, મૌલવી મહંમદ સાહિલ અબુબકર દ્વારા અવાર નવાર ઉપદેશ રાણા, નૂપુર શર્માને તેમજ હૈદરાબાદનાં રાજાસિંહને ધમકીઓ આપવામાં આવતી હતી. જે બાદ મૌલવીની અટકાયત કરવામાં આવી છે. તેમજ મૌલવી દ્વારા જે લોકો સાથે ફોન પર વાતચીત કરવામાં આવી હતી. તે તમામ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાં બિહારનાં મુઝફ્ફરપુરનાં રહેવાસી મહંમદ સાબીર તે નંબરનો ઉપયોગ કરતો હતો. જેની ધરપકડ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે.

બિહારથી ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. આરોપીએ મૌલવીનો સંપર્ક પાકિસ્તાનનાં ડોગર જોડે કરાવ્યો હતો. આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ મેળવશે. રિમાન્ડ દરમ્યાન મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યા છે.

સુરતમાંથી ધરપકડ કરેલ મૌલવી જે હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા લોકોને મારી નાંખવાની અવાર નવાર ધમકી આપતો હતો. તેમજ તેઓને ફોન કરી ડરાવવાનો તેમજ અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવતી હતી. આ સમગ્ર બાબતે સુરક્ષા એજન્સી નેશનલ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ શરૂ કરી હતી. જેમાં આ સમગ્ર મામલે સુરત કનેક્શન બહાર આવવા પામ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.