કામનું: CRC-BRCની 900 જગ્યા પર ભરતી

ગુજરાત
ગુજરાત

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સીઆરસી-બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટરોની ભરતીની જાહેરાત બહાર પાડેલ છે. ભરતી અંતર્ગત આજથી અરજી કરી શકાશે. અરજીની છેલ્લી તારીખ 11 ડિસેમ્બરના રાત્રી સુધીની છે. 31મી ડિસેમ્બરે 100 માર્કસની લેખિત પરીક્ષા લેવામાં આવશે. એવા શિક્ષકો પણ અરજી કરી શકશે જેઓ અગાઉ કોઓર્ડિનેટર રહી ચૂકેલ હોય અને શિક્ષકની એક વર્ષની નોકરી કરી હોય. કોઓર્ડિનેટરની ૩ વર્ષ માટે જ ભરતી કરવામાં આવશે.

સમગ્ર શિક્ષા વિભાગની સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલી પ્રક્રિયા  મુજબ 2થી 11 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી થશે અને 31મી ડિસેમ્બરે 100 માર્કસની લેખિત પરીક્ષા લેવાશે. અગાઉ લાયકાતો-ગુણાંકન પ્રક્રિયા સહિતના મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન પણ થઈ ચુકી છે ત્યારે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા વધુ સરળ-પારદર્શક બનાવવા માટે નવા નિયમો જાહેર કરાયા છે. પ્રતિનિયુક્તિથી નિમણૂંક અંગેના નવા નિયમો અંતર્ગત એક વર્ષનો કૂલિંગ પીરિયડ મુકાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.