જો તમારા 2 થી વધુ બાળકો છે, તો નહિ મળે સરકારી નોકરી, SCએ રાજસ્થાનના નિયમને આપી મંજૂરી

ગુજરાત
ગુજરાત

બેથી વધુ બાળકો ધરાવતા લોકોને નહીં મળે સરકારી નોકરી, રાજસ્થાનના આ નિયમને હવે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીને લઈને આવો નિયમ પહેલાથી જ લાગુ છે. જે લોકો બે કરતાં વધુ બાળકો ધરાવે છે તેઓ ચૂંટણી લડી શકતા નથી. આ ટુ ચાઈલ્ડ પોલિસી હવે સરકારી કર્મચારીઓ માટે પણ લાગુ થશે. પંચાયત ચૂંટણીને લઈને આ નીતિ રાજસ્થાનમાં 21 વર્ષ પહેલા લાગુ કરવામાં આવી છે. હવે આ શરત સરકારી નોકરીઓમાં પસંદગી માટે પણ લાગુ થશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને જો તેમના બેથી વધુ બાળકો છે તો તેમના માટે આ એક મોટો આંચકો છે.

ભૂતપૂર્વ સૈનિકની અરજી નામંજૂર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે પૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. પૂર્વ સૈનિક રામ લાલ જાટ વર્ષ 2017માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ 25 મે 2018ના રોજ તેણે રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી. જો કે, રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24(4) હેઠળ ભૂતપૂર્વ સૈનિક રામ લાલ જાટની અરજી નકારી કાઢવામાં આવી હતી.

રાજસ્થાન વિવિધ સેવાઓ (સુધારા) નિયમો, 2001 શું છે?

તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારા) નિયમો, 2001 હેઠળ એવી જોગવાઈ છે કે 1 જૂન, 2002 અથવા તેના પછી બેથી વધુ બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરી નહીં મળે. તેમને સરકારી નોકરી માટે લાયક ગણવામાં આવશે નહીં.

પૂર્વ સૈનિકની અરજી કેમ નકારી કાઢવામાં આવી?

જાણી લો કે પૂર્વ સૈનિક રામ લાલ જાટને બે કરતાં વધુ બાળકો છે. આથી સરકારી નોકરી માટેની તેમની ઉમેદવારી ફગાવી દેવામાં આવી છે. પૂર્વ સૈનિક રામ લાલ જાટે આ મામલે સરકારના નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઓક્ટોબર 2022માં આ અંગે પોતાનો ચુકાદો આપતી વખતે રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

રાજસ્થાનમાં આવો નિયમ કેમ લાગુ કરવામાં આવ્યો?

નોંધનીય છે કે જસ્ટિસ કાંતની ખંડપીઠે કહ્યું હતું કે પંચાયત ચૂંટણીમાં ઉમેદવારોની યોગ્યતા અંગે પણ સમાન જોગવાઈ છે. 2003માં જાવેદ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યો હતો. આ હેઠળ, ઉમેદવારોને બે કરતાં વધુ બાળકો હોય તો તે અયોગ્ય ગણવામાં આવે છે. આ જોગવાઈનો હેતુ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાનો છે. બેન્ચે પૂર્વ સૈનિકની અપીલ પર હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.