આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના મોત, 20 ઘાયલ

ગુજરાત
ગુજરાત

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જિલ્લાના મુસુનુરુ ટોલ પ્લાઝા પર એક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના રાત્રે 2 વાગ્યે બની હતી જ્યારે બે બળદોને લઈને શ્રીકાલહસ્તી જઈ રહેલી ટ્રકને પાછળથી લોખંડ ભરેલી બીજી ટ્રકે ટક્કર મારી હતી.

20થી વધુ લોકો થયા ઘાયલ 

ટક્કર બાદ લોખંડ ભરેલી ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને બીજી બાજુથી આવતી ખાનગી બસને ટક્કર મારી હતી. દુર્ઘટના વિશે માહિતી આપતા કાવલી ડીએસપી વેંકટરામને જણાવ્યું કે નેલ્લોર જિલ્લાના મુસુનુરુ ટોલ પ્લાઝા પર એક લોરી અને બસની ટક્કર થઈ. આ દરમિયાન 6 લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાનપુર રોડ અકસ્માતમાં પણ 6ના મોત 

આ પહેલા ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં તિલક સમારોહમાંથી ઘરે પરત ફરી રહેલા વાહનચાલકોની કાર બેકાબુ બની ગટરમાં પડી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા જ્યારે બે બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા લોકો ઈટાવામાં તિલક સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત કાનપુર દેહતના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના જગન્નાથપુર ગામ પાસે થયો હતો.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બુધવારે અન્ય માલવાહક વાહન સાથે ટ્રક અથડાતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજ્યની રાજધાની રાયપુરથી લગભગ 450 કિમી દૂર નામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મિંગાચલ ગામ નજીક મોડી સાંજે આ અકસ્માત થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.