ગુજરાત એટીએસ દ્વારા યુવકની ધરપકડ : પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોવાનું બહાર આવ્યું

ગુજરાત
ગુજરાત

ગુજરાત એટીએસે આઈએસઆઈએસ માટે કામ કરતા એક શખ્સને પોરબંદરથી ઝડપી લીધો છે. ગુજરાત એટીએસના અધિકારીઓ પોરબંદરની સુભાષનગર ખાતેથી જતીન જે.ચારણીયા નામના જાસૂસને પકડીને તેની પુછપરછ હાથ ધરી છે. દેશમાં જ રહીને અને ખાઈને પાકિસ્તાનને મદદ કરનારા જાસૂસને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેની પુછપરછમાં અન્ય શક્સોના નામ બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકે સોશિયલ મિડીયામાં સુદર યુવતી સાથે ટેચિંગ કરતા કરતા પાકિસ્તાન માટે જાસૂસી કરવા લાગ્યો હતો. અગાઉ પણ જાસૂસી કરતા યુવકની ભરૂચમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમાં પણ હનીટ્રેપમાં ફસાયેલો આ યુવક પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોવાનું બહાર આવ્યું હતું.

એટીએસને માહિતી મળી હતી કે જતીન ચારણીયા નામનો માછીમાર પાકિસ્તાનથી સંચાલિત અદ્રિકા પ્રિન્ય નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે માહિતી મોકલે છે. જેને આધારે પોલીસે સોશિયલ મિડીયા અને ફાયનાન્સ પર વોચ રાખી હતી. બાદમાં આ અંગે પુરાવા એકઠા કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએસને દેશની ગુપ્ત અને અગત્યની માહિતી પહોંચાડતો હતો.તેના રિમાન્ડ મેળવ્યા બાદ પુછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.

પોરબંદરના દરિયાકિનારે માછીમારી કરતો જીતેન્દ્ર ચારણીયા છેલ્લા ચારેક મહિનાથી આદવિકા પ્રિન્સ નામ ધરાવતા પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં હતો. આરોપી ભારતીય કોસ્ટ ગાર્ડના જેટી ઉપરાંત બોટની માહિતી ફેસબુક મેસેન્જર, વોટ્સએપ ઉપરાંત ટેલીગ્રામ જેવી એપ્લિકેશનથી પાકિસ્તાનના એજન્ટને મોકલીને બદલામાં પૈસા મેળવતો હતો.

વધુ તપાસમાં જણાયું હતું કે Advika Prince ફેસબુક પ્રોફાઈલ ધારકે પોતે મહિલા હોવાનું જણાવીને જતીન ચારણીયા પાસેથી તે ગુજરાતના પોરબંદરમાં રહેતો હોવાની તથા માછીમારી કરતો હોવાની માહિતી મળવી હતી. તણે અવારનવાર ચેટ દ્વારા જતીનનો વિશ્વાસ મેળવ્યો હતો. જતીન આ કથિત મહિલાને ભારતીય કોસ્ટ ગાર્ડની જેટી તથા જેટી પરના શીપના વીડિયો બનાવીને મોકલતો હતો.

પોલીસે તપાસ કરતા આ બન્ને વચ્ચે ફેસબુક મેસેન્જર અને ટેલીગ્રામ એકાઉન્ટ પર થયેલી ઘણી ચેટ પ્રાઈવસી સેટીંગ્સને કારણે 24 કલાકમાં ઓટો ડિલિટ થઈ ગઈ હતી. જતીનના બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે  છ હજાર રૂપિયા જમા થયા હોવાનુ પમ બહાર આવ્યું છે.આરોપી જતીન ચારણીયા ભારતીય કોસ્ટ ગાર્ડ રિસોર્સિસ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી મોકલી ગેરકાયદે વળતર મેળવતો હોવાથી તેની વિરૂધ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.