સોશિયલ મીડિયા પર આવતાં ફેક ન્યૂઝ પોસ્ટવીડિયો પર પર નજર રાખવા 6-6 સભ્યોની ત્રણ ટીમ પોસ્ટ પર ચૂંટણી પંચની નજર

ગુજરાત
ગુજરાત

અત્યાર સુધી લગભગ 78 પોસ્ટને વાંધાજનક શ્રેણીમાં મુકવામાં આવી ઉશ્કેરણી કે વાંધાજનક કન્ટેન્ટ રોકવા ત્રણ સ્તરનું માળખું બનાવાયું

અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, હેટસ્પીચ ફેલાવતા સમાચાર, ઉશ્કેરણીજનક પોસ્ટવીડિયો પર પર નજર રાખવા 6-6 સભ્યોની ત્રણ ટીમ બનાવી છે. આ ઉપરાંત ફેક કે પેઈડ ન્યૂઝ રોકવા ત્રિસ્તરીય માળખું બનાવાયું છે. આવી પોસ્ટ મૂકનારા સામે કાર્યવાહી થશે. અત્યાર સુધી 78 પોસ્ટ વાંધાજનકની શ્રેણીમાં મુકાઈ છે.

સોશિયલ મીડિયાનું ચલણ વધવાને કારણે ફેક ન્યૂઝ, ઉશ્કેરણીજનક પોસ્ટનું ચલણ વધ્યું છે. રાજકીય પક્ષો દ્વારા તેમના સ્ટાર પ્રચારકોના સોશિયલ મીડિયા આઈડી સહિતની વિગત ચૂંટણીતંત્રને આપે છે. તમામ હેન્ડલ પર એક સાથે વોચ રાખવામાં આવે છે. જો કોઈ પોસ્ટ કે કન્ટેન્ટ વાંધાજનક લાગે તો પ્રાથમિક સ્તરે તે લિંકની કોપી કરી એમસીએમસી કમિટીને મોકલવામાં આવે છે અને તેમાં તથ્ય જણાય તો ચૂંટણી પંચને મોકલાય છે. હજુ સુધી કોઈપણ પોસ્ટ કે વાંધાજનક કન્ટેન્ટ ઉશ્કેરણીજનક લાગ્યું નથી. સોશિયલ મીડિયા પર 24 કલાક નજર રાખતા કર્મચારીઓમાં યુનિવર્સિટીના ટેકનિકલ વિભાગ, આઈટીઆઈ સહિતની સંસ્થાઓના ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાત કર્મચારીઓનો સમાવેશ કરાયો છે. આ ટીમો સોશિયલ મીડિયા હેન્ડલ પર ચાંપતી નજર રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.