
દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
ગુજરાતમાં એક તરફ વરસાદી મુસીબત ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વધુ એક કુદરતી આફત આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 11:58 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર અથડાવવાના કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.