જિલ્લા વાસીઓને અનુરોધ કરવામાં આવે છે કે બપોરે 12 થી સાંજના ચાર વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવું નહી

ગુજરાત
ગુજરાત

ત્રણ દિવસથી રાજ્યમાં તેમજ અમદાવાદ કચ્છ પોરબંદરમાં હીટ વેવ ની આગાહી વચ્ચે ગરમી અને તાપથી જિલ્લા વાસીઓ અને નાગરિકો અકળાય ઊઠ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા વાસીઓને અનુરોધ કરવામાં આવે છે કે બપોરે 12 થી સાંજના ચાર વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવું નહી.હાલે પ્રવર્તમાન ગરમીના કારણે લુ લાગવી ગરમી થવી તેમજ હીટ વેવ ની અસર થવાના પગલે બને એટલું ઠંડકમાં રહેવું છાયડામાં રહેવું તેમ જ ખૂબ જ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ અને કામ વગર ઘરની બહાર ના નીકળવું તેમ જ પોતાના પશુ પ્રાણીઓને પણ ગરમીથી બચાવવા જોઈએ એમાં જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લાવાસીઓને જણાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળજાળ ગરમી યથાવત રહેવાની છે જેની અસર આપણા જિલ્લામાં પણ પડી શકે છે બનાસકાંઠા અને અમદાવાદની આગાહી વચ્ચે મહેસાણા જિલ્લા વાસીઓને હિટવેવ અને ગરમીથી સુરક્ષિત રહેવા માટે સૂચવાયેલા પગલાંઓને અનુસરવા માટે જિલ્લા કલેકટર એમ નાગરાજન અને ડિઝાસ્ટર મામલતદાર બહેલિમ દ્વારા ખાસ સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉનાળાની સિઝનનો પ્રારંભ થતા કાળઝાળ ગરમીને કારણે: સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે તેમ હોવાથી જિલ્લા કલેકટર એમ. નાગરાજન તેમજ જિલ્લા ડિઝાસ્ટર કચેરી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે લૂ થી બચવા માટે શુ કરવુ અને શું ન કરવુ, કામદારો અને નોકરીદાતાએ શું કાળજી રાખવી, ઘરને શીતળ રાખવા માટે શું કરવું, લૂ લાગેલ વ્યકિતને કેવી રીતે તે અંગે માહિતી આપવામાં આવી છે.

લૂથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગેની માહિતી આપવામાં આવી છે: તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. વાઈ, હ્ર્દય, કીડની કે યકૃત સંબધી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃધ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુ નો ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.