5-6 દિવસમાં મટતી શરદી, ખાંસી 12થી 15 દિવસ ચાલે છે, 24 દિવસમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ, ગત માર્ચ કરતાં 70 ટકા વધુ

ગુજરાત
ગુજરાત

ઠંડી બાદ અચાનક શરૂ થયેલી ગરમી તેમજ છેલ્લા કેટલાક દિવસથી શહેરના મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 15 ડિગ્રીના તફાવત ઉપરાંત ફ્લૂનો વાઈરસ હઠીલો બનતાં શહેરની બાળકોની હોસ્પિટલોમાં શરદી, હઠીલી ખાંસી અને તાવના રોજના સરેરાશ 6 હજાર કેસ આવે છે. એમડી પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ ડો. મોનાબહેન દેસાઈના જણાવ્યા અનુસાર વાઈરલ ઈન્ફેક્શન માટે જવાબદાર શ્વસનતંત્રના વાઈરસની તીવ્રતા વધી હોવાથી બાળકોમાં શરદી, ખાંસી, તાવના સૌથી વધુ કેસ જોવા મળે છે. સામાન્યપણે 5-6 દિવસમાં મટી જતી ખાંસી, શરદી, વાઈરસની તીવ્રતા વધવાથી 12થી 15 દિવસ ચાલે છે. આ ઉપરાંત મોડી સાંજથી સવાર સુધી ઠંડું વાતાવરણ અને દિવસભર આકરી ગરમીને લીધે સર્જાતું બેવડું વાતાવરણ બાળકો સહન કરી શકતા નથી. વાઈરલ ઈન્ફેક્શનથી થતાં ગાલપચોળિયાના પણ કેટલાક કેસ આવ્યા છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, સરકાર અગાઉ એમએમઆર (મમ્સ, મિઝલ્સ અને રુબેલા)ની રસી આપતી હતી. આ કારણે ગાલપચોળિયાના કેસ ઘટી ગયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી માત્ર એમઆર (મિઝલ્સ અને રુબેલા)ની રસી અપાય છે. ગાલપચોળિયાની અસર અઠવાડિયું રહેતી હોય છે.

24 દિવસમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ, ગત માર્ચ કરતાં 70 ટકા વધુ: શહેરમાં છેલ્લાં 24 દિવસમાં જ સ્વાઈન ફ્લૂના 173 કેસ નોંધાયા છે. ગત માર્ચમાં સ્વાઈન ફ્લૂના 100 કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લૂમાં પણ લોકોને શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, સ્વાઈન ફ્લૂને હવે સિઝનલ ફ્લૂ તરીકે ગણવામાં આવે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સિઝનમાં પરિવર્તન ઉપરાંત લાંબો સમય સુધી ઠંડી રહેતાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા છે. સ્વાઈન ફ્લૂના વધતા જતા કેસ વચ્ચે રાહતની વાત એ છે કે, હવે સ્વાઈન ફ્લૂના મોટાભાગના દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ રહી નથી. સામાન્ય દવાથી પણ આ બીમારીમાંથી સાજા થઈ શકાય છે. ડોક્ટરો સ્વાઈન ફ્લૂનો ફેલાવો અટકાવવા અસરગ્રસ્ત દર્દીને ઘરમાં જ રહેવાની અને શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે. જેથી વાઈરસનો ચેપ એકથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકાય. કેસમાં વધારો થતાં મ્યુનિ. આરોગ્ય વિભાગે તેને અટકાવવા માટે વિશેષ પગલાં લેવા ઉપરાંત લોક જાગૃતિ માટેના પણ પ્રયાસો કર્યા છે. સિવિલમાં સ્વાઈન ફ્લૂના 5 અને કોરોનાના 2 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લૂનો ચેપ ધરાવતાં 2 દર્દીને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવા પડ્યા છે.

રોગના મુખ્ય લક્ષણો: સામાન્‍ય થી ભારે તાવ, કાકડા ઉપર સોજો આવવો અને ગળામાં દુખવું  શરદી, ખાસી અને શરીરમાં નબળાઇ , ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા, ઠંડી લાગવી, શરીર તૂટવું કે દુખાવો થવો .ગળફામાં લોહી પડવું ,  શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયા ના લક્ષણો જણાય, બાળકોમાં ખાંસી સાથે તાવ, બાળક રમતુના હોય અનેઘેનમાં રહેતું હોય ઉપરાંત શ્વાસની તકલીફ હોય તો આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક સારવાર લેવી જોઈએ.

ખાસ કાળજી: આ બીમારી થી પ વર્ષથી નાના અને ૬પ વર્ષથી મોટા વ્યક્તિ ઓ વધારે અસર પામે છે. સગર્ભા સ્‍ત્રીઓને આ રોગની ગંભીર અસર થતી હોય તેઓએ વિશેષ  કાળજી લેવી જરૂરી છે. આ ઉપરાંત દમ, શ્વાસનતંત્રના રોગો, મધુપ્રમેહ  (ડાયાબીટીશ), હ્રદયરોગ, કીડની, રક્તવિકાર  (હિમોગ્‍લોબીનોપેથી), મગજ અને મજ્જાતંતુ ના  રોગીઓ. તેમજ એચ.આઇ.વી.ના દદીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે.

રોગનો ફેલાવો: સ્‍વાઇન ફલૂ હવાથી ફેલાતો એક ચેપી રોગ છે. ચેપગ્રસત દદી બોલતી વખતે, ખાંસી કે છીંક ખાય તયારે રોગના જીવનું વાતાવરણમાં ફેલાય છે, વાતાવરણમાં ફેલાયેલા જીવનું શ્વાસોશ્વાસ દ્વારા અન્ય તંદુરસ્ત વ્યક્તિ ના શરીરમાં દાખલ થાય ત્યારે આ રોગ થાય છે. દદી સાથે હાથ  મીલાવવાથી કે તેની વા૫રેલી વસ્‍તુ વાપરવાથી પણ રોગ ફેલાઈ શકે છે. આ રોગના જીવનું ચામડી ઉપર પાંચથી દશ મિનિટ અને નિર્જીવ વસ્‍તઓુ જેવી કેપ્‍લાસ્‍ટીક, સ્‍ટીલ, ફોન, લેપટોપ, દરવાજાના નકુચા ઉ૫ર દોઢથી બે દિવસ જીવે છે.

રોગથી બચવા શં કરવું ? 

વધુ પાણી પીવું , પરુતી ઉંઘ લેવી, આરામ કરવો,
વિટામીન – સી યુક્ત ખાટાં ફળો ખાવાં.
આ રોગથી પીડાતી વ્યક્તિઓ એ ઘરે રહેવું , મેળા, સભા ,સરઘસ, પાર્ટી , શુભ – અશુભ
પ્રસંગોમાં ભીડભાડવાળી જગ્‍યાએ જવાનું ટાળવું .
સિનેમા હોલ , મોલ જેવા સ્‍થળો જયાં સેન્ટ્રલ એરકન્ડિશનર હોય તેવી જગ્‍યાએ પણ જવાનું ટાળવું. જાહેર માં થુંકવું નહીં .
નમસ્‍કારની મદ્રુાથી અભિવાદન કરવું , હાથ મિલાવવા નહિ .
ખાંસી કે છીંક ખુલ્લી હાંધેલી માં ખાવી નહિ , રૂમાલમાં, સાડીનો છેડામાં કે શર્ટ ની  બાયમાં ખાવી અને તેને ગરમ પાણીથી ધોઇ નાખવું.
ભારથી કે ઓફિસેથી ઘરે પહોંચો કે તરતજ હાથ સાબુ થી ધોઈ નાખવા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.