પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે કેન્દ્ર સરકારે રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી

ગુજરાત
ગુજરાત

પાવાગઢ પર્વત પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને જતા ભક્તો માટે એક મોટી ખુશ ખબર, કેન્દ્ર સરકારે રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. ભક્તોને રોપ-વેની સુવિધા મળવાથી હવે સરળતાથી અને ઓછા પગથિયાં ચઢીને માતાના દર્શન કરવા માટે વધુ સહલાઈ થી જઈ શકશે.

પાવાગઢ મંદિરે જવા માટે માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા ઉપલબ્ધ છે. દૂધિયા તળાવથી મહાકાળી મંદિર સુધી જવા 400થી વધુ પગથિયા ચઢવા પડે છે. ત્યારે હવે જો નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો ભાવિ ભક્તો સરળતાથી માતા દર્શન કરી શકશે.  કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. જેના માટે એક જોઇન્ટ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી છે. આ સમિતિએ તાજેતરમાં સ્થળ પર તપાસ કરી છે અને રોપ-વેને લંબાવવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.