શ્વેતક્રાંતિની થીમ પર તૈયાર થઈ રહ્યું છે ગુજરાતના આણંદનું બુલેટ ટ્રેન સ્ટેશન

ગુજરાત
ગુજરાત

શ્વેતક્રાંતિની વિશેષતાઓ અને તેનીજ થીમ પર આણંદમાં તૈયાર થઈ રહ્યું છે બુલેટ ટ્રેનનું એક દમજ નવી ડિઝાઈન નું સ્ટેશન. સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ આ બુલેટ ટ્રેન નું સ્ટેશન સ્ટેશન 3 માળનું હશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, કોનકોર્સ અને પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવશે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન માટે ડિસેમ્બર 2021માં પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ 100 ટકા કોન્કોર્સ સ્લેબ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ થયું છે. મલ્ટિમોડલ ટ્રાફિક ઇન્ટિગ્રેશન પ્લાન તમામ વાહનોની સરળ, ઝડપી, સુરક્ષિત અને આરામદાયક અવરજવર રહેશે. પાર્કિંગ સાથે પીકઅપ ડ્રોપ માટેની સુવિધાઓની યોજના બનાવતી વખતે સ્ટેશન વિસ્તારમાં રાહદારીઓ અને ઓટો રિક્ષા આવવા જવા માટેની સુવિધા પણ રાખવામાં આવી છે. આ સ્ટેશન ની જગ્યાની સાથે ગાડીઓ, ટુ વ્હીલર, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને પાર્કિંગ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશન ફોરકોર્ટમાં સરળતાથી અવરજવર થશે અને કામગીરીના પીક અવર્સમાં ટ્રાફિક ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની બંને બાજુ પ્લેટફોર્મ અને વચ્ચે રેલવેના 4 ટ્રેક નાંખેલા જોવા મળશે. તમામ આધુનિક અને અદ્યતન એવા સાધનો અને સુવિધાઓથી આ સ્ટેશન સજજ હશે. જેમાં ટિકિટ લેવાની જગ્યા અને પ્રતિક્ષાલય, બિઝનેસ ક્લાસ લોન્જ, નર્સરી, આરામગૃહ, માહિતી કેન્દ્રો, રિટેલ સેન્ટર્સ પણ હશે. આણંદ બુલેટ સ્ટેશનની એક તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64  અને બીજી તરફ રાજ્ય ધોરીમાર્ગ-150 સાથે જોડાણ માટે વધારાની જમીન હસ્તગત કરી છે.

default

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.