અમરેલી કોંગ્રેસમાં મોટી હલચલ, એક ઝાટકે 40 કોંગી નેતાઓ ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ થઈ છે. અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પાડ્યું છે. છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં રહેલા અને નખશીખ કોંગ્રેસી ગણાતા દલસુખ દુધાત ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. 40 કોંગી આગેવાનો-કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. દલસુખ દુધાતના રાજીનામાંથી અમરેલી કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.