
ભાવનગરની એન.જે.વિદ્યાલય ખાતે વિવિધ વિષયોનું પ્રોજેકટ પ્રદર્શન યોજવામાં આવ્યું
ભાવનગરના બાલયોગીનગર ખાતે આવેલ એન.જે.વિદ્યાલય ખાતે વિવિધ વિષયોનું પ્રોજેકટ પ્રદર્શન પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂક્યું હતુ.જેમાં બાલમંદિરથી ધો.12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોનું પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજ કરવામાં આવ્યું હતુ.જેમા શાળાના દરેક વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને વિષય શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આમ વિવિધ પ્રોજેકટોમાં ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી સહિતના વિષયને આધારિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જ્યારે ધો.11માં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી,મનોવિજ્ઞાન,તત્વજ્ઞાન,અર્થશાસ્ત્ર,એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર સહિતના વિષયો આધારિત પ્રદર્શન યોજાયું હતું.જેમાં મનપાના પૂર્વ મેયર નિમુબેન બાંભણિયા,સી.આર.સી. મહેન્દ્રભાઈ પનોતે હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.