
ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમા કમોસમી વરસાદ થયો
ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદ વરસ્યો હતો.જેમાં ઉનાળાની ઋતુમાં માવઠુ પડતા ખેડૂતોની સ્થિતી કફોડી બની ગઈ છે.જેના કારણે કેરી સહિતના પાકોને નુકશાન થયુ છે.ત્યારે રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી.જેના કારણે ભાવનગર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં થોડા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.બીજીતરફ ઉતાવળી નદીના બેઠા પુલ પર ટ્રક પસાર કરવા જતા અધવચ્ચે ફસાઇ ગઈ હતી.ત્યારે આ ટ્રકમાં પાંચ વ્યક્તિઓ બેઠા હતાં.તેઓ ટ્રકમાંથી ઉતરી અને બહાર કાંઠા સુધી જઈ શકે તેવી પરિસ્થિતિ નહતી,જેથી ગામલોકોએ અને ગામના જી.આર.ડી જવાનોએ તે લોકોને બચાવવા માટે ગામમાંથી દોરડા લાવ્યા અને તેના દ્વારા ટ્રક સુધી પહોંચાડીને 5 વ્યક્તિઓને સલામત રીતે પુલ પરથી બહાર લાવવામાં સફળતા મળી હતી.