આજથી અમિત શાહ ગુજરાત રાજ્યની 2 દિવસની મુલાકાતે આવશે

ગુજરાત
ગુજરાત

દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.આ દરમિયાન તેઓ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.જેમાં તેઓ ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક 1 ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49મા ડેરી ઉદ્યોગ સંમેલનમાં હાજરી આપશે.ત્યારબાદ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન તેમજ દેખરેખ સમિતિની બેઠકમાં હાજરી આપશે.આ સિવાય તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે બપોરે મફત ભોજન અભિયાનનો પ્રારંભ કરાવશે.નારદીપુર તળાવનું ઉદધાટન અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ તેમજ ઈ-લોકાર્પણ કરશે.જૂનાગઢના દોલતપરા ખાતે કૃષિ શિબિરમાં ગૃહમંત્રી જૂનાગઢ જિલ્લા બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરીને વિવિધ વિકાસ કાર્યોનું ઈ-ઉદધાટન કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.