એર ઈન્ડિયાએ નવી ફ્લાઇટ શરૂ કરી : મુંબઈથી ભૂજ વચ્ચે રોજની સેવા શરૂ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ લેવા માટે મદદરૂપ રહેશે

ગુજરાત
ગુજરાત

દેશની ટોચની ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયા 1 માર્ચ2024થી મુંબઈ અને ભૂજ વચ્ચે સીધી રોજિંદી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. એર ઈન્ડિયા લાંબા સમયથી ચાલતી સ્થાનિકોની માગને પૂરી કરતાં બંને શહેરોને જોડશે.

આ ફ્લાઇટ્સ ઈન્ટરનેશનલ ફ્લાઇટ માટે મદદરૂપ : A320 ફેમિલી સિંગલ-એઇલ એરક્રાફ્ટ દ્વારા સંચાલિત, ફ્લાઇટ AI 601 મુંબઈથી 07:05 કલાકે ઉપડશે અને 08:20 કલાકે ભુજ પહોંચશે. પરત ફ્લાઇટ AI602 ભુજથી 08:55 કલાકે ઉપડશે અને 10:10 કલાકે મુંબઈ ઉતરશે. નવી સેવા મુસાફરોને યુકે, ઉત્તર અમેરિકા અને દુબઈ અને સિંગાપોરના સ્થળો માટે અનુકૂળ આંતરરાષ્ટ્રીય જોડાણ પણ પ્રદાન કરશે. તે સ્થાનિક ક્ષેત્રમાં લગભગ 20 શહેરોને ફ્લાઈટ સર્વિસ સાથે જોડશે.

એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ, મોબાઈલ એપ અને ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ સહિત ટ્રાવેલ એજન્ટો સહિત તમામ ચેનલો પર આ ફ્લાઇટ્સ માટેના બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.