લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું કમલમ્ ખાતે ફરીથી ભરતી મેળો

ગુજરાત
ગુજરાત

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે કમલમ્ ખાતે ફરીથી ભરતી મેળો થવાનો છે. આજે કોંગ્રેસ અને બીટીપીના પૂર્વ એમએલએ ભાજપમાં જોડાવવાના છે. આજે કોંગ્રેસ અને બીટીપીના પૂર્વ એમએલએ ભાજપમાં જોડાવવાના છે. આ પહેલા આ ત્રણેય નેતા શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે.

પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ તથા BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાશે. જ્યારે માણાવદર બેઠકના કોંગ્રેસના MLA અરવિંદ લાડાણી 14મી તારીખે વંથલીથી પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે.

ગુજરાત કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરિશ ડેર, સી. જે ચાવડા, અરવિંદ લાડાણી, મૂળુ કંડોરિયા સહિતના નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આજે  જોડાઈ ચૂક્યા છે. આજે ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાન માજી ધારાસભ્ય મહેશ વસાવા, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને સંજયભાઈ મોરી ભાજપમાં જોડાયા હતા. ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે. ત્યારે ભાજપ બીજી યાદી મંગળવાર સાંજ સુધીમાં જાહેર કરી શકે છે અને આ યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ હોઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.