વગર લાયસન્સ ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા રિક્ષા ચાલક સામે કાર્યવાહી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો સામે આવ્યા હતા. રિક્ષા ચાલક સામે અનેક ફરિયાદો મળતા ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષા જમા કરવામાં આવી છે અને હજુ પણ રિક્ષા ચાલક સામે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પૂર્વના DCP સફીન હસન દ્વારા મોડીફાઇડ કરેલી રિક્ષા, ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રિક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટંટ બાજી કરતા રિક્ષા ચાલકો, વગર લાયસન્સ ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવા પૂર્વમાં તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી. જેને લઈને પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 148 રિક્ષા ચાલકોને ડ્રાઇવ દરમિયાન ઝડપીને MV એકટ મુજબ રિક્ષા જમા કરવામાં આવી છે. માત્ર 24 કલાક જ પોલીસે પૂર્વ વિસ્તારમાંથી 148 રિક્ષા જમા કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.