ચોટીલા-રાજકોટ હાઇવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત : ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી રોડ ઉપર અફડા-તફડી મચી

ગુજરાત
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર નાગરાજ હોટલ પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. વધુમાં ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી અકસ્માત સર્જાતા રોડ ઉપર અફડાતફડી મચી હતી.આ ગોઝારા અકસ્માત અંગે તાત્કાલિક ચોટીલા પોલીસને જાણ કરાતા ચોટીલા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ગેસ ભરેલું ટેન્કર ગેસ લીકેજથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જે તે માટે પોલીસે થાનગઢ નગરપાલિકામાંથી ફાયરબ્રિગેડની ટીમને હાજર રાખવામા આવી હતી.


આ ઘટના બાદ તાબડતોબ ગેસ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ટેન્કર હટાવવા માટે તજવીજ હાથ ધરી હતી. સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.