ધોલેરા વટામણ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

અમદાવાદના ધોલેરાથી વટામણ હાઈવે પર ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે. પીપળી ગામ પાસે બે ટ્રક સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સ્થળે પહોંચીને ઘાયલોને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. ધોલેરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

પીંપળી ગામ પાસે બે ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકનું આગળનાં ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ પોલીસ તેમજ 108 ને જાણ કરી હતી. તેમજ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.