સુરતથી મુંબઈ જતા ટ્રેક ઉપર રાહદારીને 60 મીટર સુધી ઢસડ્યો

ગુજરાત
ગુજરાત

વલસાડ જિલ્લાના વાપીમાંથી એક હિટ એન્ડ રનની રુવાંટાં ઊભાં કરી દેતી ઘટના સામે આવી છે. જેમાં સુરતથી મુંબઈ જતા ટ્રેક ઉપર અજાણ્યા વાહનચાલકે એક રાહદારીને 60 મીટર સુધી ઢસડ્યો હતો. જેથી તેનું મોત થઈ ગયું છે. જે ઘટનાના રુવાંટાં ઊભાં કરી દેતાં દ્દશ્યો સામે આવ્યાં છે. અકસ્માતમાં રાહદારીને રોડ પર ઢસડતાં તે વિચલિત કરતી લાશ પુરુષની છે કે મહિલાની તે પણ ઓળખવું મુશ્કેલ છે. હાલ પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.વાપી-સેલવાસ હાઈવે ઉપર સુરતથી મુંબઇ જતા ટ્રેક ઉપર અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. રાહદારીને અંદાજે 60 મીટર સુધી ઢસડ્યો હતો. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. જેથી લાશના ચીંથરાં ઊડી ગયાં હતાં. સેલવાસ ખાતે બનેલી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરી હતી.પોલીસની ટીમે ઘટના સ્થળનું પંચનામું કરી લાશનો કબજો મેળવ્યો હતો. જે બાદ લાશને PM માટે વાપીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તાર નજીક આવેલા ખાનગી CCTV ફૂટેજ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તેમજ આ સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો અને અકસ્માત સર્જનાર વાહન ક્યું હતું અને વાહનચાલક કોણ છે તે સમગ્ર માહિતી મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લઈ દૂર સુધી ઢસડ્યો હતો. લાશ એટલી વિચલિત થઈ ગઈ છે કે, તે પુરુષની છે કે મહિલાની તે ઓળખવી પણ હાલ મુશ્કેલ બની છે. ડુંગરા પોલીસની ટીમે આજુબાજુના અગ્રણીઓને લાશનો ફોટો મોકલાવી લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો છે. ડુંગરા પોલીસે ADની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. નીચે વાંચો અકસ્માતની અન્ય ઘટનાઓ..ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે રાજકોટના કાલાવાડ રોડ પર બેકાબૂ કારે બાઈકને ઠોકર મારી હતી. જેથી બાઈકમાં સવાર યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે તેના મિત્રને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બન્ને મિત્રો મેટોડાથી રાત્રે નાસ્તો કરવા રાજકોટ આવી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત બન્યો હતો. બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.