રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૮૯ બેઠકો પર શાંતિપૂર્ણ ૫૯ ટકા મતદાન

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર બે-ત્રણ સામાન્ય બબાલની ઘચનાઓને બાદ કરતા શાતિપૂર્ણ ૫૯ ટકા જેટલું મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જાેવા મળી હતી. જાે કે ૫ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું ૫૯ ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને વીવીપેટ મશીનો સીલ કરાયા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે. આગામી ૮ તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જાેવા મળી હતી. જાે કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. રાજકોટ જિલ્લમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લાની કુલ ૮ બેઠકો પર કુલ ૫૫.૯૩ ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે. આગામી ૮ તારીખે પરિણામ સામે આવશે. આજે મતદાન દરમિયાન બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલની ઘટના જાેવા મળી હતી. જાે કે એવી કોઈ ઘટના ન રહી હતી કે જેના લીધે મતદાનમાં તેની કોઈ માઠી અસર થાય. પ્રથમ તબક્કામાં કુલ ૫૮.૯૦ ટકા મતદાન થયું કે જે ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ બહુ ઓછું છે. સૌથી વધુ તાપી જિલ્લામાં ૭૨.૩૨ ટકા અને સૌથી ઓછું અમરેલી ૫૨.૭૩ ટકા મતદાન થયું છે. ૨૦૧૭ વર્ષમાં પ્રથમ તબકકામાં ૬૮ ટકા થયું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જાેવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.