અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીએ યોજાશે ફ્લાવર શો

ગુજરાત
ગુજરાત

Ahmedabad Flower Show 2024: અમદાવાદમાં સાબરમતી રિવફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાનાર ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ફલાવર શો જોવાં ઉમટી પડે છે. 1 જાન્યુઆરીએ રિવર ફ્રન્ટ ખાતે ફલાવર શો યોજાવાનો છે. આ શો માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ફ્લાવર શો ખાતે આ વર્ષે ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે.

1 જાન્યુઆરીએ 5.45 કરોડનાં ખર્ચે ફલાવર શો યોજાશે. જેમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર અને GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે એન્ટ્રી ફ્રી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર અને રવિવારના દિવસે 75 રૂપિયા ફી ચુકવવાની રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.