ભાવનગરમાં મોડીરાત્રે બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત

ગુજરાત
ગુજરાત

ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ નારી ચોકડી પાસે ઢાબા પર ભોજન લઈ પરત ઘરે આવી રહ્યાં હતાં, તે વેળાએ બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેથી કાર ચાલકનું મોત થયું છે જયારે બાજુમાં બેસેલા યુવાનને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ વિનીત નિલેષ ચૌહાણ તથા જયપાલ પ્રવિણ ચૌહાણ ગતરાત્રીના સમયે કાર લઈને નારીચોકડી પાસે આવેલ ઢાબા પર ભોજન કરવા ગયાં હતાં અને ત્યાં ભોજન કરી બંને ભાઈઓ પરત ઘર તરફ આવી રહ્યાં હતાં, તે વેળાએ વિનીત કાર ચલાવી રહ્યો હતો અને ઓવરસ્પિડ ચાલતી કાર મિલ્ટ્રિસોસાયટીના નાકે આવેલ ફોન પ્લસ નામની દુકાન પાસે કાર પહોંચતા કાર પરનો કાબૂ વિનીતે ગુમાવ્યો હતો. જેથી કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી.


આ અકસ્માતમા બંને ભાઈઓને ગંભીર ઈજા પહોંચી હોય તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં વિનીત નિલેષ ચૌહાણનું સારવાર દરમ્યાન મોત થયું હતું, જયારે ગંભીર રીતે ઘવાયેલ જયપાલ હાલ સારવાર હેઠળ છે, આ અંગે મેહુલ હિંમત ચૌહાણ રે.દેસાઈનગર વાળાએ વિનીત વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.